Sunday, June 5, 2016

વૃંદાવનની ગોપી..

વાત તો છે, સાવ અનોખા પ્રેમની.
એવો પ્રેમ- જેને કોઈએ પ્રેમકહ્યો જ નહિ.
એ હમેશા ઘેલછા ગણાઈ..
પણ કહેવાય છે, પ્રેમની નિસરણીનું છેલ્લું સોપાન એટલે ઘેલછા...

પ્રેમીઓની વાતમાં સૌથી ઉપર આવતું નામ એટલે- રાધિકા ને એનો કન્હૈયો.
કોઈ પણ યુગલને ઈર્ષ્યા આવે એટલો મહેકતો, અને
કોઈને પણ એ પગલે ચાલવાનું મન થાય એવો એમનો સંબંધ.
હજી જન્મો સુધી પ્રેમીઓ માટે આદર્શ રહી શકે એવો એ સંબંધ....





















પરંતુરાધાનું નિરુપણ કશે એકલું નથી..
એ બંનેની આસપાસ ગોપીઓ ના હોય ત્યાં સુધી વ્રજનું એ ચિત્ર પૂરું લાગતું નથી..
રાધા સિવાય ગોપીઓ પણ એની ઘેલી હતી..
પૂનમની રાતે રાસની રમઝટ એણે એકલી રાધા સાથે નથી કરી.
એની મોરલીની ધૂન પર કાંઈ એકલી રાધા જ દોડી આવતી હોય એવું નથી..
સાથે હતી, કદાચ રાધા જેટલો જ નિર્મળ સ્નેહ કરતી ઘેલી ગોપીઓ...


વર્ષોથી આપણી નજર ગોપીઓને એક સાથે જ- એક વૃંદમાં જોવાને જ ટેવાયેલી છે..
અનોખી તરી આવતી હોય તો એ- એક માત્ર રાધા..
પણ
એ વૃંદમાંથી જ કોઈ એક 
ગોપીને જરાક વાર,
અલગ કરીને જોઈએ તો?!




ઘણી વાર વિચારું છું કે એને કેવી લાગણી થતી હશે !
પોતાનું હોવા છતાં અધિકાર ના જતાવે- એને શું કહેવું? લાચારી કે ઉદારી ?
કદાચ, આ બન્નેમાંથી કશું નહિ.
શબ્દરૂપ ના આપી શકાય એવી કોઈ ત્રીજી જ ભાવના હશે એ..
કેમ કે એ તો ખુશ છે રાધા સાથે એને જોઇને..
અને ઈર્ષ્યા કરત તો પણ કોની ! – સહિયર પણ પોતાની ને એ પણ પોતાનો..

વહેલી સવારે આંખ ઉઘડતાં જ એને પણ પિયુનું સ્મરણ થતું હશે.
એ પણ વિચારતી હશે કે નીંદર ઉડી એટલે સ્મરણ થયુ કે સ્મરણ થયું એટલે નીંદર ઉડી ગઈ!
સ્મરણ થતા વેંત એ ખુશ થઇ ઉઠતી હશે,
ભલે ને પછી આખો દિવસ એ યાદો એના પગમાં અટવાયા કરે !

એને મન નહિ થતું હોય ધવલ પુષ્પો કેશમાં સજાવવાનું,
જયારે જોતી હશે સખીના અંબોડે ફુલોમાં પ્રેમની આંગળીઓની છાપ?
પણ તો પછી સખીને ગમતા પુષ્પો એ જ કેમ કાનાને ચૂંટી આપતી હશે !

એના છેડાયેલા સૂરોની એ પાગલ,
સુરાવલીના શબ્દોથી સખીનું નામ બને છે એ જાણતી હોવા છતાં,
બધું છોડીને ત્યાં પહોચી જવાની ઈચ્છા કેમ ધરાવતી હશે?
એને સતાવવા માધવે પણ મન ફાવે ત્યારે મોરલી વગાડી છે...
ક્યારેક વહેલી સવારે, ક્યારેક ગોધૂલી ટાણે, ને ક્યારેક તો સાવ અડધી રાતે !
પણ એ થોડીક ક્ષણોમાં જ ગોપીને એનું અસ્તિત્વ સુવાસિત લાગતું હશે કદાચ..

અને એ એકલી થોડી એની ફરિયાદી હતી?
રાધિકા પણ એ નટખટના કારસ્તાન જાણતી જ હશે.-એની પણ અઢળક ફરિયાદો હશે..
સૈ સાથે એની ગોઠડી માંડતા ઘણીવાર બપોર આખી વીતી જતી હશે..
અને એ ફરિયાદો પણ કેવી ?
એની ફરિયાદ કરતા કરતા જ એના પ્રેમમાં પડી જવાયું !
ને બાકી હતું એ એના અટકચાળાએ કામ કરી કીધું... 

જો કે એની આ મનોદશા સહિયર પણ જાણતી જ હશે..
ને પેલા ચોરને આ ખબર ના હોય એવું તો બને જ નહિ..
છતાં ત્રણે કોઈ ત્રિકોણ બનાવે છે, એવું કહેવું ઠીક નહિ રહે..
કારણ- જાણે અગાઉથી કાનાના ભાગ પડી ગયા હોય એમ એ બોલવાની- એ તો રાધે તારો !



કવિઓ, લેખકો એ રાધિકાની મન:સ્થિતિ હજી પણ કલ્પી લીધી.
કેમ કે એનું સ્વરૂપ ગંભીર છે...
પણ ગોપીનું મન સદા, કલ્પના બહારની રંગોળીમાં જ રહી ગયું !
રાધાના વ્હાલમાં એક જાગૃતતા છે.- એ કાનુડા સાથે હસે છે, રમે છે, રિસાય છે, માને છે,
એના વિયોગમાં ઉદાસ પણ થાય છે..આ બધાની એને સભાનતા છે..
જયારે ગોપીનું વ્હાલ ઊંડું હોવા છતાં બેધ્યાન છે- કેમ કે એના માટે એ શ્વાસ જેટલું સાહજિક છે...
શ્વાસ લેવા માટે સભાનતા હોવી જરૂરી નથી એની જેમ..

દુનિયા આખીનાં નેત્રોએ રાધા સાથે શ્યામને નિહાળ્યો, વખાણ્યો..
તો એની ગોપી એ ક્યાં કદી કોઈ રાવ કરી છે!
આમ તો એણે ચોરાયેલા માખણની, કૃષ્ણના તોફાનોની,
નાની નાની અમાપ ફરિયાદો યશોદાજી પાસે કરી..
પણ પોતાના અધિકારક્ષેત્રનો પ્રેમ ય એણે ક્યારેય માંગ્યો હોય એવું ખ્યાલમાં નથી..

આટલી ખેચાઈ ગઈ હોવા છતાં કેમ ક્યારેય એના મુખે પ્રીતિના એ શબ્દો આવ્યા નહિ હોય ?
ગોપીને આલેખતી કોઈ પણ પ્રકારની રચના લઇ લઈએ, ચિત્રો- કવિતાઓ, કથાઓ,
પામવાની કે છોડવાની બે થાંભલીઓ વચ્ચે ઝૂલવું જોઈએ એ સ્થિતિમાં, એ તો મૂંગી શ્યામના સાનિધ્યમાં અથવા સ્મરણમાં લીન દેખાશે..
જાણે- આ બધાનું કોઈ પરિણામ આવે કે ના આવે, એને કશી પડી જ નથી..

હૃદયમાં ઉઠતી ઊર્મિઓનું એણે બસ નિરિક્ષણ કર્યું,
એ ઉર્મીઓને સમજવાનું તો દુર
એણે તો કદી એનું નામ પણ ના પાડ્યું...
પ્રીતિ છે, કે પછી આ ત્યાગ કહેવાશે એવી માથાકૂટ એણે કદી કરી જ નહિ..

ખરેખર, સ્નેહનું આવું મૂક પરિમાણ ધરાવતું વ્યક્તિત્વ એક જ હોઈ શકે- વૃંદાવનની ગોપી..

( Rest of The Images: From an Old Personal Collection )

(Disclaimer: This post is not for any religious purpose. I have written it according to my beliefs and views about above mentioned characters, rather than according to any religious path explanations. Views may differ from Person to person. Moreover, above post is not intended for hurting anybody's feelings about "Dharma". Still, If you find anything inappropriate, healthy discussions are always welcome.) 

Monday, May 16, 2016

Binnaguri Diaries...


This photo is Probably taken in 1996, when I was in KG, in Army Pre School of Binnaguri. Binnaguri is a cantonment town of West Bengal, India. My father was in Army then. So, we had moved there.



The girl in the picture is Nisha, My only KG friend I remember of.
Why I’m recalling this after sooo many years, right?
Well, before some days, I was flipping through an Old Album when this photo caught my attention. Childhood photos are so special for us…maybe that’s why it is still there.

We lived there in quarters, but surrounded by a Jungle- Full of Animals, Precisely, Full of Elephants. 
(I heard from my father that, Collapsing of Wooden houses of Civilians by elephants was such common news. Reason for this was, In nights they came in the herd and would itch against the house… Even today, when You Google Binnaguri Images, Page is full of Elephants.)

In this area, I started my schooling with Nisha. She was basically from Nepal. I don’t remember her any family Details- Not even a Surname.

Preschool was near our building. Every day at 7 O’clock Nisha’s father would drop her off by our home and we went together to our School.
Mom said, “At first day, I came In recess with lunch box and fed you. But the following day, your teacher did not allow me to come. I became worried- You won’t eat by yourself."
(I learned to eat very late. Say it is – speaking or walking. I think, every basic thing I learned is belated. Like, I tend to process everything at a very slow rate...)

But Mummy didn’t have to worry much. Nisha was younger than me, but said in her nepali accent, “Aunty, Isko mein Khila dungi..” . Someone should have recorded this scene.

Mom says, she was clever at that age too. You couldn’t even cry if someone snatched your Tiffin. Nisha would look after you. Hindi and English were main languages. Sir taught me to write “” many times. I didn’t get it and always wrote the mirror Image of It. When I failed after his too many attempts (I told you the belated thing), He hit me with a pencil on a finger bone. It swelled up. Of course, I would not have said this to my parents, but Nisha complained this also to them. “Aunty, aaj na, sir ne isko maara.”!! And believe me; I learned to write after that incident.

Binnaguri is a rainy area. So, It was full of worms too…Earthworms scared me more than Elephants. And, there were not small worms like we find here- in Gujarat. They were short and fat. I would refuse to walk to school if I saw one. So, at those times, she would persuade me, hold my hand and walk me to school.

Time passed. My Father retired and we came back to Gujarat. The link broke. I only have this photo now. These are only memories I can remember or my parents still can recall. There would be more.

Nisha met me in my very first step to the outer world and unknowingly defined a name called “Friend” for me.  She took care of me at that age, when we are still starting to discover ourselves. I realized this also after a long time. (AS ALWAYS). By this, I just want to thank her, for being there for me…

I don’t know where she is now. In order to find her, I searched for that old Pre-school on net, but could not find any. It sure is difficult to find her- with No surname, No common friends. And, because of transfers, Army students generally visit more schools. So, getting her record is also tough. But I believe in this Line- .kehte hai agar kisi cheez ko dil se chaaho toh poori kaaynat tumhein usse milane ki koshish mein lag jaati hai...

Would you help me find her? share this with #FindNisha.


(Image Source: Click Here to view

દરેક શહેરની પોતાની એક ઋતુ હોય છે.  એમાં રહેતા લોકો રોજબરોજ જાણ્યે- અજાણ્યે એ શહેરનું કંઇક ને કંઇક પોતાનામાં વસાવતા જાય છે. માણસોની અંદર પણ એક શહેર!  92.7 FM પર આવતા નિલેશ મિશ્રાના "યાદ" શહેર જેવું... એને છોડીને ગયા પછી પણ એની આબોહવા vintage frame બની ને આપણામાં રહી જાય છે.. એવું એક આ શહેર મારામાં પણ વસે છે..

બીનાગુડી..- હું નાની હતી ત્યારથી આ શહેર મારા માટે personal પરીકથા જેવું છે.. લીલોછમ જંગલી વિસ્તાર, રાતે સંભળાતો જંગલી હાથીઓનો અવાજ, ઘરની એકદમ સામે હતું એ ગુલમ્હોરનું ઝાડ, Pre- School નો નાનકડો , પણ એકદમ સુંદર બગીચો.. આ બધું stamp ની જેમ મગજમાં છપાઈ ગયું છે..
ઘણીવાર એમ થાય કે હવે જો ત્યાં જવાનું થાય તો પણ એ બધા road, બધા વિસ્તારો આરામથી ઓળખી બતાવીશ. - જો વધારે ફેરફાર થયા ન હોય તો.. 

ત્યાની દરેક વસ્તુનો મારા પર હજી પ્રભાવ છે. જેમ કે, હરિયાળી , વૃક્ષો વિશે વિચાર આવે ત્યારે ગુલમ્હોરનું સ્થાન હંમેશા કંઇક અલગ જ હોય છે. લગભગ બધા લખાણમાં એ હકથી અડ્ડો જમાવી લે છે. અને મને પણ એને યાદ કર્યા વિના કંઇક ખુટવાનો આભાસ થતો હોય છે...

Sunday, April 24, 2016

Soul Speaks..





તમે બંને સાથે જન્મ્યાં, અને સદાને માટે સાથે જ રહેશો. (દંપતી રૂપે ) 
હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેયે તમે સાથે જ રહેવાના છો.
સાચે જ , પરમેશ્વરની શાંત સ્મૃતિમાંયે તમે સાથે જ રહેશો.

તોયે, તમારા સહ-વાસમાં કાંઈ ગાળા પાડજો;
અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો.

તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો;
પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગરના જેવો એને રાખજો.
તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો, પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહીં.

એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક જ રોટલાને બેય કરડશો નહીં.  
સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઉભરાજો, પણ બેય એકાકી જ રહેજો. --
જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતા છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ.

તમારા હ્રદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં.
કારણ, તમારા હૃદયોનું આધિપત્ય તો કેવળ જગજ્જીવનનો જ હાથ લઇ શકે.
અને સાથે ઉભા રહેજો પણ એકબીજાને અડોઅડ નહીં :
જુઓ મંદિરના થાંભલા અલગ અલગ જ ઉભા રહે છે.
અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઉગતા નથી..

(પતિપત્નીમાં એક {સાધારણ રીતે પત્ની } બીજાના જીવનમાં પોતાનું જીવન લીન કરી દે, પોતાનું અસ્તિત્વ ખોઈ દે, અને પોતાના સર્વે ધર્મો છોડી બીજાના શરણમાં જ રહે - એને ઘણા આદર્શ લગ્ન કલ્પે છે. કવિએ જુદો આદર્શ દેખાડ્યો છે. )

- From " The Prophet" by Khalil Jibran (અનુવાદ: "વિદાય વેળાએ" - કિશોરલાલ મશરૂવાળા )



" The Prophet" અંગ્રેજીમાં ૧૯૨૩માં પ્રકાશિત થયું. પરંતુ એ લખવાની શરૂઆત ખલીલ જિબ્રાને ૧૯મી સદીના આરંભમાં - ૧૯૦૩માં કરી હતી એમ કહી શકાય. મજાની વાત એ છે કે જે વિચારોને આજે આપણે "આધુનિકતા"માં ખપાવીએ છીએ એ જ વિચારો આપણને 100 વર્ષ જુના પુસ્તકમાં મળે છે. છતાં ખબર નહિ કેમ આપણે એને ખુલ્લા દિલથી અપનાવતા નથી.

કવિએ દર્શાવેલી વાતો - સંબંધોમાં space, Self- Respect, Mutual Understanding, અને સૌથી મહત્વની વાત- બંનેની પ્રગતિ. વર્ષોથી આ બધું રોજે આપણે છાપાંઓ, વગેરેમાં વાંચીએ છીએ. પણ આ જ વસ્તુનું ક્યારેય પૂરેપૂરું અમલીકરણ થતું નથી. કેમ? કેમ કે અમુક લોકોના મતે આવી વાતો માત્ર વાંચવી સારી હોય છે. Its not for implementation.

ખબર નહિ કેટલીય વાર સાંભળ્યું છે કે પ્રેમ એટલે સમર્પણ- પ્રેમનું બીજું નામ ત્યાગ. એના કઈ કેટલાયે ઉદાહરણો પણ આંખ સામેથી પસાર થઇ ચુક્યા છે. પણ મને ક્યારેય એ ન્યાયિક નથી લાગ્યું. કોઈ પણ સંબંધ હોય,એને ટકાવવા ફક્ત કોઈ એકનો ત્યાગ કેટલો વ્યાજબી છે? એમાં પણ જયારે જયારે લગ્નની વાત આવે ત્યારે તો વધારે ગુંગળામણ અનુભવાય. કોઈ એક પર સંબંધ ટકાવવાની જવાબદારી નાખી દેવી એ કેટલે અંશે યોગ્ય છે?

પહેલાની સ્ત્રીઓનો સમય પારિવારિક જવાબદારીઓમાં જ વીતી જતો. અને એ સહર્ષ થતું. પતિ થી લઈને બાળકોમાં જ જીવન સમેટાઈ જતું. પણ એ જ વસ્તુ પેઢી-દર-પેઢી repeat કરાવવામાં આવે એ યોગ્ય તો નહિ ને ! 
દરેક પેઢીની એની પોતાની તકલીફો, મુશ્કેલીઓ હોવાની. પરાણે રીત-રીવાજો એના પર થોપ્યા કરીએ એનો મતલબ આપણે આપણા જ પ્રશ્નો એમને solve કરવા આપ્યા એવું થયું. એની એ જ  જૂની મુશ્કેલીઓથી જ જો કોઈ નવી પેઢી deal કર્યા કરશે તો આગળ વધશે કેવી રીતે?! 

અહીં માત્ર સ્ત્રીઓની આઝાદીની વાત નથી. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે આપણા so called રીત-રીવાજો મહદ અંશે સ્ત્રી વિષયક જ હોય છે. એને નાનપણથી શિક્ષા જ એવી આપવામાં આવે છે કે- પરિવારને જમાડીને જમવાનું - એટલે કે પહેલા પરિવારનું હિત વિચારવું. જાત ને હમેશા પાછળ મુકવાનું જ શીખવાડાયુ છે. આ વસ્તુમાં problem એ જ કે આ વસ્તુને credit ને બદલે mandatory ગણવામાં આવે છે. 
કોઈને ગમે એ રંગ ગમાડવો એ સંબંધ ટકાવવાની નિશાની છે. પણ, એના જ રંગે રંગાઈ જવું - અસ્તિત્વ જ ખોઈ નાખવું એ માનવીય સંબંધોમાં બરાબર નથી. 

જો એમ કહેવાતું હોય કે પ્રેમમાં પડવાની ઉમર નથી હોતી.- તો એ પણ સાચું જ હશે કે પ્રેમમાં પડ્યા પછી ઉમર matter નથી કરતી. કેમ કે એક-બીજાને સમજવા બંને એ એક level પર આવવું પડે. અને તો પછી એ સંબધમાં ના કોઈ મોટું - ના કોઈ નાનું હોય. ના કોઈ આગળ કે ના કોઈ પાછળ હોય.

In Short, લગ્નની સપ્તપદીમાં મંગળ-ફેરા વખતે ભલે સ્થાન આગળ- પાછળ થયા કરે, પણ સાચો આનંદ એક બીજાનો હાથ પકડીને સાથે ચાલવામાં છે. 
"હું" તને કંઈ કહીશ નહિ

અને તું પણ

કંઈ જણાવીશ નહિ ...


બધું આમ જ ચાલ્યા કરશે ,


કંઈ કહ્યા વગર


રહ્યા વગર


વરસો બાદ


યાદ રહશે એટલું જ કે'


"આપણે 


એક બીજા ની ઘણા નજીક હતા


એક -બીજા ના થયા વગર ......."


-- ચિરાગ આર. કોઠારી


(Image Source: Click here to view )






Sunday, March 20, 2016

Relation Renewal


ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ,
કોની હતી ભૂલ - આ ભાંજગડ મેલી દઈએ..


આકરો તાપ હતો - ના સાચવી શક્યા લાગણીઓની લતા,
માત્ર સંજોગો જ નહિ, ભૂલમાં આપણે બંને પણ હતા !
કરમાઈ ગઈ છે જે ડાળ, 
સુગંધના નવા પાણીથી એને સીંચી લઈએ,
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...


મૌન લાગતું ઉપરથી, અંદર અવાજો છે અપાર,
જાગેલું કોઈ આશા એ રણ, ફરી છવાતો હવે સૂનકાર !
નથી મળતી પ્રેમના દરિયાને જે નદી,
એ સરસ્વતીને કોઈ ભગીરથ આપી દઈએ...
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...


સ્મરણોનું વન બન્યું, બની સ્મરણોની વાત.
સ્મરણોથી જ લદાયેલી આપણી દિવસ ને રાત !
ખોઈ નાખ્યા છે રસ્તા એક-બીજા ને મળવાના,
કોઈ વણ-પૂછ્યા સરનામે એકાદ ચિઠ્ઠી કરી દઈએ...
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...


લાગણીઓના જુના જમા - ઉધાર  NIL કરી દઈએ,
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...

-Anita R.

( Image Source : Click here to View )

Recent Posts

Recent Posts Widget