Saturday, September 2, 2017

હું ને તું ...



કોઈ એવી રીતે સોહામણું થઇ જાય,
આપણને છીનવીનેય એ આપણું થઇ જાય..
જાણે દુનિયા શિયાળો - ને એ તાપણું થઇ જાય..

એના વિના લીધેલા મારા શ્વાસ- એને 'શ્વાસ' કહી શકાય કે ?
મારું હોવાપણું - બસ ના હોવાપણું થઇ જાય..

આ અંદર જે બેચેની -સી થયા કરે, એને કેમ વર્ણવું ?
'ગમતું નથી' , 'યાદ આવે છે'- આ શબ્દરૂપ સાવ વામણું થઈ જાય..

એના વિનાનું ચોમાસું એટલે- મારી આંખોમાં ચોમાસું!
વરસાદ મટીને એ 'personal' સતામણું થઇ જાય...

શું બહાર- કે શું ઘરે - બધું એકનું એક !
એ ભેટે- એ જ મારું આંગણું થઇ જાય..

તું જાણે છે બધું- જુએ છે બધું,
ભરી દે હરિ, મારી નસેનસ માં એવું કઈંક કે,
એના જ નામનું બસ ધીંગાણું થઇ જાય...
-Anita R.

(Image From: Click here to view Image Source)

Recent Posts


असमंजस - Feb 01 2022
कोई भी काम पूरी ईमानदारी से करने का फल अच्छा ही मिलता है- ऐसा सब कहते है.. मैने तो तुम्हें...
देर से मिले हो, तुम दूर तक चलना , हवाओं की तरह मेरी रूह में पिघलना..  मे धूप-धूप चलूँगी ,...
જેમ જેમ મન તને ઝંખ્યા કરે, એમ એમ પુરાણના કોઈ પાત્ર સાથે મારું સામીપ્ય મને સમજાયા કરે.. પ્રેમની...

"The Breaking" - Aug 07 2018
Broken are the crayons, broken are you.. but crayon still colors, then why don't...
કોઈ એવી રીતે સોહામણું થઇ જાય, આપણને છીનવીનેય એ આપણું થઇ જાય.. જાણે દુનિયા શિયાળો - ને એ તાપણું...
Recent Posts Widget