એક જગ્યાએ સરસ વાર્તા વાંચી એ રજુ કરું છું..
"એક બહુમાળી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. લગભગ 10 માળ જેટલું કામ પૂરું થયું હતું.
એકવાર સવારના સમયે એ કન્સ્ટ્રકશન કંપનીનો માલિક ઈમારતની મુલાકાતે આવ્યો.
એ દસમાં માળની છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાં કશીક ભૂલ જણાતા તેણે નીચે જોયું.
નીચે એક મજુર કામ કરી રહ્યો હતો તેને માલિકે ઉપરથી બુમ પાડી. પણ મજુર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો.
થોડીવાર પછી મજુરનું ધ્યાન ખેંચવા માલિકે ઉપરથી 10 રૂપિયાનો સિક્કો ફેક્યો.
સિક્કો મજુર કામ કરતો હતો ત્યાંજ પડ્યો. તેણે સિક્કો ઉઠાવીને ખિસ્સામાં મુક્યો અને કામે વળગી ગયો.
માલિકે હવે 100 રૂપિયાની નોટ ફેંકી . તે ઉડતી ઉડતી મજૂરથી થોડે દુર જઈને પડી. મજુરનું ધ્યાન ગયું અને ફરીથી તેને પણ ખિસ્સામાં મૂકી કામ કરવા લાગ્યો..
માલિકે હવે 500 રૂપિયાની નોટ ફેંકી તો પણ મજૂરે તો પહેલા બે વખત કર્યું હતું એમ જ કર્યું.
માલિકે હવે નાનો પથ્થર લીધો અને મજુર પર માર્યો. પથ્થર વાગ્યો એટલે મજૂરે ઉપર જોયું.
અને માલિકને જોતા તેમની સાથે વાત કરી.
મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ. પ્રભુને તો આપણી સાથે વાત કરવી હોય છે, એ આપણને સાદ
પાડીને બોલાવે છે, પણ આપણે આપણા કામમાં એવા તો વ્યસ્ત છીએકે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી.. એ નાની નાની ખુશીઓ આપવાનું શરુ કરે તો આપણે ઉપર જોયા વિના એ દરેકને ખિસ્સામાં મૂકી દઈએ છીએ.. પછી એ જયારે નાનો પથ્થર ફેકે છે તો તુરત જ આપણે ઉપર ઉભેલા માલિક તરફ જોઈએ છીએ.."
અમુક અંશે આ વાત સાચી છે.. કેમ કે કશુક ન વિચાર્યું હોય એવું થાય ત્યારે આપણે એ પરિસ્થતિને "દુખ" એવું નામ આપીએ છીએ.. અને એવું થાય ત્યારે અચાનક જ પ્રભુ યાદ આવવા માંડે...isn't it?
મને આ વાત સાથે હંમેશાથી problem રહ્યો છે.. જયારે તમારી સાથે કઈ સારું થાય , કોઈ સફળતા મળે, ત્યારે સફળ થવા કેટલી મહેનત કરી હતી એ નજરે પહેલા ચઢે.. પણ જયારે કોઈ દુખની પરિસ્થતિ create થાય ત્યારે બધા પ્રશ્નો ભગવાનને પૂછવાના like હે પ્રભુ! તે આવું કેમ કર્યું! મારી જ સાથે કેમ આવું થાય છે etc etc...
જોકે ઉપરની વાર્તાનો સાર કઈક અલગ છે.. આપણે આપણી life શા માટે જીવીએ છીએ એની દરકાર લીધા વિના બસ જૂની-પુરાની ઘરેડ માં "જીવી નાખીએ છીએ".. રોજનું એ જ routine , એ જ વિચારો, એ જ સંઘર્ષો બધું એકનું એક જ.. મશીનોની સાથે આપણે પણ યંત્રવત થતા જઈએ છીએ એવું નથી લાગતું? અને આ બધું જ જો માણસની ખુશી માટે હોય, આરામથી જીવે એના માટે હોય તો પછી બધું મેળવ્યા પછી પણ જે ખાલીપો રહે છે એ શું છે??? બધી problems નું solution "move on" નથી! એને માટે અંદરથી આવતા નાદને સાંભળવો પડેછે... ક્યારેક એ નાદ આખું આકાશ ચીરીને ધોધમાર વરસાદના સ્વરૂપે આવે છે, તો ક્યારેક તમારી આસપાસ ઉડતું કોઈક પતંગિયું હળવેથી એ નાદનો આભાસ કરાવે છે.. all you have to do is just listen to that voice.. સાંભળો છો ને? કોઈ સાદ પાડે છે..!!! :)
PUNCH OF POST:
I think dual sim operate કરતા કરતા આપણને બધાને dual nature સાથે જીવતા ફાવી ગયું છે!
JSR...
punch direct dil pr vaagyo...
ReplyDelete