Expiry Date!
મળે જે પાત્ર જગના મંચ પર દિલથી ભજવવાનું !
થયો જ્યાં ખેલ પુરો કે તરત મ્હોરું ફગવવાનું !
થયો જ્યાં ખેલ પુરો કે તરત મ્હોરું ફગવવાનું !
-'બેજાન' બહાદરપુરી
ઉપરના શબ્દો જેવો role આપણામાંથી ખરેખર કેટલા ભજવી શકે છે? બહુ ઓછીવાર એ feeling આવે છે.. કેમકે જેની જરૂર નથી એવી વસ્તુઓ પાછળ દોડવામાં જ આપણી life spend થઇ જાય છે..
એક વાર્તા યાદ આવે છે..I don't remember the exact saying but, સાર કંઈક આવો હતો:
એક કંજૂસ જમીનદારને થયું કે વિશ્વમાં મારી પાસે જ સૌથી વધુ જમીન હોવી જોઈએ.. એ એક મોટા ખેડૂત પાસે ગયો અને તેના ખેતરો પોતાને વેચી દેવાની આજીજી કરી.. ખેડૂત સમજદાર હતો . તેણે કહ્યું કે એક કામ કરો. કાલે સવારે આવો. વહેલી સવારથી સાંજ સુધીમાં તમે મારા જેટલા ખેતરોમાં ચાલી શકો એટલી જમીન તમારી. બદલામાં મારે કશું જોઈતું નથી. કંજૂસ તો આ સાંભળીને વધારે ખુશ થયો.
એ બીજે દિવસે વહેલી સવારે આવ્યો અને ચાલવાને બદલે દોડવા જ લાગ્યો..બપોર સુધીમાં ઘણું અંતર કાપી લીધું.પરંતુ તો પણ લાલચ છૂટી નહિ. વધુ જમીન મેળવવાની લ્હાયમાં ભાગતો જ રહ્યો. સાંજે અત્યંત થાકને લીધે ભાગતા-ભાગતા જ હૃદયરોગથી તેનું મૃત્યુ થયું. આખો દિવસ દોડવા છતાં છેવટે તેને એટલી જ જમીન નસીબ થઇ જેટલામાં તેનું શવ પડ્યું હતું.
જો આવી રીતે જ ભાગવાનું હોય અને કશું જ મળવાનું ન હોય તો ભાગવાનો કોઈ અર્થ નથી. life ending-point નું board બતાવે ત્યારે એનું મૂલ્ય સમજાયું હોય એવા લોકો ઘણા હશે. પણ એ છેવટનો પસ્તાવો કશા કામનો નથી. status, પ્રસિદ્ધિ આ બધું એક level પછી નકામું થઇ જાય છે.. પણ એનો મતલબ એવો નથી કે બધી ફરજમાંથી મુક્ત થઇ જવાનું. આપણી જેમ બધા જ પોતપોતાનો role કરવા આવ્યા છે તો આપણે પણ professionally role play કરવાનો. અડચણ ત્યારે જ આવે છે જયારે આપણે એ role ને સ્થાયી માની લઈએ છીએ.. nothing is stable in this world.
one of my close friend says, "Every Relation Comes with its Expiry Date.." આવું જ કંઇક એક કવિતામાં પણ વાચ્યું હતું:
जीवनमें एक सितारा था,
माना वह बेहद प्यारा था !
वोह डूब गया तो डूब गया !
अम्बरके आँगन को देखो...
कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे....
जो छुट गए फिर कहाँ मिले??
पर बोलो टूटे तारो पर कब अम्बर शोक मनाता हैं ? !
जो बीत गई सो बात गई...!
मृदु मिट्टीके बने हुए हैं मधुघट, फूटा ही करते हैं...
लघु -जीवन लेकर आये है प्याले, टुटा ही करते हैं....
वह कच्चा पीनेवाला हैं, जिसकी ममता घट-प्यालो पर !!
जो सच्चे मधु से जला , वह कब रोता या चिल्लाता हैं ?? !
-हरिवंशराय बच्चन
PUNCH OF THE POST:
Isn't our life like "Temple Run" and "Subway Surfer"? Running all the Way 2 Collect Coins to Reach NOWHERE and Spending those coins just to run more Efficiently..!!! #my_inbox_speaks
PUNCH OF THE POST:
Isn't our life like "Temple Run" and "Subway Surfer"? Running all the Way 2 Collect Coins to Reach NOWHERE and Spending those coins just to run more Efficiently..!!! #my_inbox_speaks
darek manas LALCHU hoy 6e-farak etlo j ke koi batave ne koi na batave
ReplyDeleteઆમ પણ પૂજા સરસ્વતીજી ની થાય ને પ્રેમ લક્ષ્મીજી થી થાય