Tuesday, December 3, 2013

શ્રદ્ધા જ આખરે મળી, શ્રદ્ધા ના મૂળમાં...



શ્રદ્ધા જ આખરે મળી, શ્રદ્ધા ના મૂળમાં...
કારણ તપાસવા ગયો તો એક પણ નથી! 


હમણાં જ net પર એક સુંદર વિચાર/વાર્તા વાંચી.. as it is અહી paste કરું છું..



ઉપર ની વાર્તા અથવા હકીકત  કેટલી બધી સાચી છે! નર્ક માં ન જવાય અથવા  સ્વર્ગ મળે એટલે જ શું ભગવાન ને પ્રાર્થના કરવાની?!
આ સાથે એક બીજો પણ નિષ્કર્ષ નીકળે છે... આપણે બધા એટલા તો સ્વાર્થી થઇ ગયા છીએ કે એ સ્વાર્થીપણું ભગવાન પાસે પણ છતું થાય છે... એક ઘટના યાદ આવે છે..
થોડા સમય પહેલા એક family function માં જવાનું થયેલું.. ત્યાં કોઈ નાનું બાળક તોફાન કરતુ હતું..એને આરામથી સમજાવવા એની mummy એ કહ્યું,"બેટા, એવું ન કરાય, ભગવાન પાપ કરે!!" 
see, આપણને નાનેથી જ ભગવાનનો ડર દેખાડવામાં આવે છે... આમ જોવા જઈએ તો આમાં કશું નવું નથી...મેં પણ નાનેથી આવું જ સાંભળ્યું છે...પણ સવાલ એ છે કે શું ખોટું કામ એટલે ન કરવું જોઈએ કે ભગવાન પાપ કરશે! માત્ર એવા ડર ને લીધે??
જ્યાં ડર હોય ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ શકે??! 

બીજી એક આડવાત, 
હમણાથી લોકોનું કથા, પારાયણ માં જવાનું બહુ વધી ગયું છે...જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ હોય છે.. શું આનો અર્થ એ છે કે બધા ભક્તિમય થઇ ગયા છે?? બિલકુલ નહિ..! કોઈ ઘર અથવા office માંથી છુટકારો મળે એટલે જતા હોય છે, તો ઘણા "પુણ્યનું ભાથું" બાંધવા! well, આ બધું સ્વાર્થ નહિ તો બીજું શું છે? કોણ ખરેખર નિર્મળ મનથી કથા સાંભળવા,પચાવવા જાય છે? અને કેટલા કથાકારો ખરેખર reward ની અપેક્ષા વિના કથા સંભળાવે છે?! 
પુણ્ય મળે એટલે પ્રભુને ભજતા હોય તો એનાથી વધુ મુર્ખામી ભરી વાત એક પણ નથી..
કંઇક મેળવવા અથવા દુઃખ ન આવે એટલે ભગવાનને યાદ કરવા એ ઢોંગ સિવાય બીજું કશું નથી..

શું પાપ અને પુણ્યને બાજુ પર રાખીને ભગવાનને યાદ કરી જ ન શકાય? અમુક મોટી ઉમરના લોકો મંદિરે જવું એ  પણ એક નિયમ ગણે છે.. એમાં કશું ખોટું નથી પણ એ નિયમ તૂટશે તો ભગવાન પાપ કરશે એવી માનસિકતા ખોટી છે.. જો ખરેખર ભગવાનને પ્રેમ કરવો હોય તો ત્યાં લાલચ કે કોઈ પણ પ્રકારના ડર ને કોઈ સ્થાન નથી... નહિ તો ઢોંગ કરવા માટે તો માણસો enough છે! 

મારા એક-બે friends ભગવાનમાં વિશ્વાસ નથી કરતા પણ એ કોઈ issue નથી... બધાના mindset અલગ હોવાના.. પણ friends,I want 2 say u something.., માણસો સાથે જે લાગણી બંધાય છે, જેને આપણે so called "પ્રેમ" કહીએ છીએ ને, એ ખરેખર કોઈને કોઈ સ્વાર્થ, કોઈને કોઈ કારણને લીધે હોય છે... like for status, attention, છેવટે કંઈ નહિ તો એ પણ આપણને સામો પ્રતિસાદ આપે એવી ઈચ્છા.. આ બધું જ એક type નો સ્વાર્થ છે.....(આ વાત પાછી same એ જ friend એ સમજાવેલી છે!!) 
 પ્રભુને પ્રેમ કરશો તો બધું સારું થઇ જશે એવી વાત નથી...
 ઈશ્વર સાથે જે ખરેખર પ્રેમ થાય છે, એ આ બધા કારણો થી પર હોય છે.

God's love is so wonderful
so high you can't get over it
so deep you can't get under it
so wide you can't get around it
so wonderful love.................

                      

Jay Siyaram....

6 comments :

  1. yaar mare 1 vakht GOD ne mali ne temna "database" vise janvu 6e...

    ReplyDelete
  2. aam pn manas pressure vagar kai na kre

    ReplyDelete
    Replies
    1. hmm routine life ma kdach 1 level sudhi sachu 6 ae..but not applicable here...

      Delete

Recent Posts

Recent Posts Widget