વાંસલડી.com, મોરપિચ્છ.com, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની Website એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?!

ધારો કે મીરાંબાઈ.com રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત Enter કરીએ ને ક્યાંક Floppy ભીંજાય એનું શું ?!!
પ્રેમની આ Disk માં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?!!

ગીતાજી.Com એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત..
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત...
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું....

ડૉટ કૉમ વૃંદાવન આખું....
એ જ ફક્ત્ Password મોકલી શકે છે જેના Screen ઉપર નાચે છે શ્યામ.
એને શું Virus ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ !!
Internet ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ Window ના વાખું... ડૉટ કૉમ વૃંદાવન આખું...!

-કૃષ્ણ દવે
Click on the link below to listen this beautiful gujarati gazal
JSR.....
since childh00d m "weak" in poems(basically i dont get them!)
ReplyDeletedifferent perspective thi joie to samjaay?? ;)
Delete