માતા અમારી પૃથ્વી, અમે છીએ
સંતાન એના , ત્રણ ભાઈ-ભાંડું
આ સૌથી નાનું તરુ ,માતથી એ
ક્ષણેય છુટું પડતું ન , જાણે
હજી વધેરી નહિ નાળ એની !
ને, અન્ય તે આ પશુડું હજી એ
ચાલે ચતુષ્પાદ , ને ચાલતા શીખ્યું
ટટ્ટાર બે પાયથી , (મારી જેમ ) ;
ભાખોડિયા ભેર ફરે ધરા બધી,
ને સૌથી મોટો હું , મનુષ્ય નામે ;
ઉડી રહું આભ તણા ઊંડાણે .
હું આભનો તાગ ચહું જ લેવા..
ખુંદી રહીએ બસ નિત્ય ખોળલો
માત તણો , મૂર્તિ ક્ષણા તણી જ;
મૂંગી મૂંગી પ્રેમ ભરી નિહાળતી
લીલા અમારી ત્રણ ભાઈ-ભાંડુંની.
-અનામી
JSR....
No comments :
Post a Comment