Monday, February 10, 2014

नाम क्या दे! क्या कहे, दिल के मौसम को!....

Well, ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થઇ હોય કે ના થઇ હોય, પણ ફેબ્રુઆરીના સવારના કુમળા તડકાની આંગળી પકડીને બે beautiful દિવસો આપણી પાસે આવે છે! 
જેની બહુ દિવસોથી રાહ જોવાતી હોય છે! પહેલો ઉત્સવ હવે બહુ ચલણમાં રહ્યો નથી પણ બીજો ઉત્સવ કદાચ વિદેશી હોવા છતા આપણે by heart કરી લીધો છે! 
બીજો ઉત્સવ એટલે valentines day અને પહેલો ઉત્સવ એટલે – “આપણો દેશી valentines day”,
 એટલે કે “વસંત પંચમી” ..
પૂર્વ- અને પશ્ચિમ જેમ બંને contrast માં છે, તેમ તેના ઉત્સવોમાં રંગોનું મહત્વ
પણ contrast માં છે..
વસંત પંચમી મહુડાના પીળા રંગની છાલક છે..જયારે valentines day પલાશના ઘેરા લાલ રંગમાં ભીંજવે છે.. રંગોની ભિન્નતા હોવા છતાં બંનેનો એક જ સુર છે- “પ્રેમ”.

 

બધા માટે પ્રેમની વ્યાખ્યા અલગ છે..
કોઈના માટે પ્રેમ એટલે જીવન-મરણ નો સાથ,
તો કોઈ માટે અતુટ વિશ્વાસ એટલે પ્રેમ....
કોઈ વળી એને જન્મ-જન્માંતર નો સંબંધ કહે છે... તો કોઈ માટે પ્રેમ એટલે પ્રિયપાત્રને હંમેશા ખુશ જોવાની હૃદયની ભાવના...
ઘણી વાર પ્રેમનો અર્થ એક વાર આપેલું વચન જિંદગીભર નિભાવવું એ પણ થાય છે...
તો ઘણા લોકો વચન આપ્યા વિના પણ જીવનભર એને નિભાવી જાણે છે!
પ્રેમ એટલે એકબીજાનું અસ્તિત્વ ભુલાવ્યા વિના એકબીજાને ઓતપ્રોત થઇ જવું તે...
વ્યક્તિ-વ્યક્તિએ તેની અલગ પરિભાષા અને એને વ્યક્ત કરવાની રીતો પણ ભિન્ન...


ઘણી વાર પ્રેમને આંખો પણ સમાવી ના શકે
અને આંખ બહાર છલકી પડે એટલો ભારે હોય
..
જયારે ઘડીકમાં એ જ પ્રેમ પત્તું ફેરવતા મળેલી
સુકાયેલી ગુલાબની પાંખડી જેટલો હળવો બની જાય....

એકલો એટલો કે દુનિયાની ભીડમાં પણ
આપણને એકલા પાડી દે...
અને એને મળવું જ હોય તો ભર બપોરે આવતી
મીઠી ઝપકીમાં પણ આવી ચડે!
 
Computer programming માં આવતા  “recursion” જેવો!
એની વ્યાખ્યા સમજાવવા એના સિવાય
કોઈ જ ઉદાહરણ મળે નહિ!
આટલો બધો નિ:સ્વાર્થ છતાં પણ એને માટે થઇ બધા સ્વાર્થ ખેંચાખેંચી કરે!

 બધા જ દુન્યવી સંબંધોની જેમ અહીં પણ limits હોવાની...એમ કહેવાય છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં તકરાર હોય જ છે..  તો જે સંબંધનું નામ જ “પ્રેમ” હોય, ત્યાં બોલાચાલી થવાની સંભાવના પણ વધારે હોય અને ઝઘડાની variety પણ વધારે હોય!! 
પ્રેમના સંબંધમાં મોટાભાગની તકરાર એકબીજા “સાથે” નહિ પરંતુ એકબીજા “માટે” થાય છે....
કોઈએ સાચું જ કહ્યું છે કે “જો તમારે ઝડપથી ચાલવું હોય તો એકલા ચાલો.., પણ જો દુર સુધી જવું હોય તો કોઈનો સાથ જરૂરી છે...

चलो तुम ऐसा करो,
चाँदसे थोड़ी मिट्टी लो..
फिर उससे दो बुत बनाओ,

एक तुम जैसा,एक मुज़ जैसा..

फिर कुछ ऐसा करो,
उन बुतोंको तोड़ दो..
फिर से वो मिट्टी गूँथ लो..
फिरसे दो बुत बनाओ,
तुममें कुछ कुछ मैं रह जाऊं, 
मुझमे कुछ कुछ तुम रह जाओ...






“ No relationship is all sunshine.
But two people can share one umbrella,
 and survive the storm together...









"love is just a word until 
you find someone to give its definition..” 



Image Source: various sites from Net 

JSR....


No comments :

Post a Comment

Recent Posts

Recent Posts Widget