Sunday, June 15, 2014

એક પીળું પાન



રાત  પડી..

ઘેરી ઉદાસીની જાણે ભાત પડી...
દિવસ આખો કલબલતું આ શહેર,
મૌનનો મહિમા ગાતું હોય, એમ ધીરે ધીરે શાંત થયું..
દુર વગડામાં કોઈ કોયલે ધીમે સાદે ટહુકો કર્યો..
રાતરાણીના મહેકતા ફૂલો ધરતીએ એની છાબમાં ઝીલ્યા...
અલ્લડ પવનને થયું- અહી કયાં ફસાયા?
બારણા સાથે અહીં તો હૃદય પણ વસાયા !
ઝાડ પરથી ખરેલું એક પીળું પાન-
નીરવ શાંતિ માં ચચર્યું-        “આટલું વિશાળ આકાશ, એના અગણિત તારા...
                                ચમકતા બધા હીરા એના, ને ખરતા બધા સપના મારા!”

સ્ટ્રીટલાઈટના આછા ઉજાસે એની આંખે, કશુક ચમકી પણ ગયું..
થોડા પહોર પછી, ઝાડ પરથી એક પંખી ઉડ્યું,
એની પાંખો સાથે- સુરજ એ પણ આંખો ખોલી..
બધા જીવોને કેસરિયા સ્નેહથી નિહારતી એની નજર
પીળા પત્તા તરફ ગઈ..
ને એ જ સમયે,
ચિચિયારી કરતુ,
એક હર્ષઘેલું ઝાકળનું ટીપું,
પેલા પીળા પત્તાની ગોદમાં લપાયું....
એ સાથે જ પાંદડાએ સળવળાટ કર્યો..
જોયું તો- બધે જ સોનેરી ચળકાટ સર્યો...

-Anita_JSR
(Image Source: http://www.wallpaperup.com/8783/Close-up_leaf_depth_of_field_ground.html)


No comments :

Post a Comment

Recent Posts

Recent Posts Widget