Thursday, July 24, 2014

A Faked Life!!


Life – Just 4 Letters! 
જિંદગી- બસ ત્રણ અક્ષરો!

એક શ્વાસમાં બોલાઈ જતા આ નાનકડા શબ્દો જીવાતાં જીવાતાં કેટલા લાંબા થઇ જાય છે! કેટલા બધા 
Complicated થઇ જાય છે..  એના પ્રશ્નો પણ એટલા જટિલ કે એક નો જવાબ મળે ન મળે, ને તરત બીજો હાજર! કોઈ કોઈના તો જવાબ પણ ના મળે.. અને ક્યારેક સવાલો એના એ જ હોય તો આપણા જવાબો ફરતા રહે છે..

એક રીતે જોવા જઈએ તો પહેલા બધું જ સમજની બહાર હતું. પૃથ્વી ફરે છે કે નહિ? સૂર્ય કોની આસપાસ પરિભ્રમણ કરે છે? આ ચંદ્રના ચક્કરો શું દર્શાવે છે? -બધું જ અસામાન્ય લાગતું, ધીમે ધીમે માણસજાતને બધું સમજાયુ. બધું Predictable થયું. એને આધારે જ "સમય" નામનો શબ્દ અસ્તિત્વમાં આવ્યો.એને આધારે જ આપણા બધા Schedules બન્યા- Calendars બન્યા.પણ કઈ તારીખે શું બનશે -એ એટલું જ uncertain -એટલું જ unpredictable .

આપણી આખી જિંદગી આવી જ uncertainty માં વીતે છે. Every day we try to do something that makes sense in life,પણ થાકવાનું ના પરવડે એવી આ દોડમાં ક્યારેક થોભીને પાછળ નજર કરીએ, તો એવી જ ક્ષણો દેખાય જેમાં કોઈ sense નહોતી. ધૂળ ખાવાને લીધે પડેલો માર, પતંગિયાનો રંગ પકડવાની ઈચ્છા, વાર્તાના પાત્રોને મળવાની કલ્પના - બધું જ sense વિનાનું ! છતાં એ અમૂલ્ય વસ્તુઓથી હૃદયનો એક ખૂણો હંમેશા ખુશનુમા રહે છે... આપણે આપણો સમય જીવતા રહીએ છીએ..આગળ વધતા રહીએ છીએ..-મનથી અથવા કમને !

ક્યારેક કોઈનો સાથ અચાનક છૂટી જાય- એનું જીવાતું Routine આપણામાંથી  બાદ થાય ત્યારે જીવનનો અરીસો અસંખ્ય ધારદાર કરચોમાં ફેરવાઈ જાય- એ તાજા ઘાવો ને ઊંડે કશે દફનાવીને પણ આપણે Move on થતા રહીએ છીએ. લાગે કે આપની અંદરનો કોઈ ભાગ એ સાથે લઇ ગયું. ખોવાયેલા Puzzle piece ની જેમ. જ્યાં માત્ર એક જ ભાગ બંધ-બેસે. એ અધુરી puzzle game લઈને પણ આગળ વધતા રહીએ છીએ.-વધવું પડે જ છે...
લોટ દળતી જૂની ચક્કીઓના પાટાની જેમ- સતત . અવિરત. એ જ તો  formulae છે.
બધાની ને આપણી ખુદની જરૂરિયાતો પૂરી કરતાં જ તો એનો અંત આવે છે..

ક્યારેક એવું થાય કે માણસ socialize થયો જ ન હોત તો ? !
તો  Lyf ની વ્યાખ્યા કદાચ જુદી હોત.. કદાચ, મહોરા બનાવવાની જરૂર જ ના હોત! 
 Life must be so easy to FAKE..નહિ ?



2 comments :

Recent Posts

Recent Posts Widget