Sunday, April 24, 2016

Soul Speaks..





તમે બંને સાથે જન્મ્યાં, અને સદાને માટે સાથે જ રહેશો. (દંપતી રૂપે ) 
હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે ત્યારેયે તમે સાથે જ રહેવાના છો.
સાચે જ , પરમેશ્વરની શાંત સ્મૃતિમાંયે તમે સાથે જ રહેશો.

તોયે, તમારા સહ-વાસમાં કાંઈ ગાળા પાડજો;
અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો.

તમે પરસ્પર ચાહજો ખરાં, પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો;
પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે ઘૂઘવતા સાગરના જેવો એને રાખજો.
તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો, પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહીં.

એકબીજાને પોતાના રોટલામાંથી ભાગ આપજો, પણ એક જ રોટલાને બેય કરડશો નહીં.  
સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઉભરાજો, પણ બેય એકાકી જ રહેજો. --
જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતા છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ.

તમારા હ્રદયો એકબીજાને અર્પજો, પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં.
કારણ, તમારા હૃદયોનું આધિપત્ય તો કેવળ જગજ્જીવનનો જ હાથ લઇ શકે.
અને સાથે ઉભા રહેજો પણ એકબીજાને અડોઅડ નહીં :
જુઓ મંદિરના થાંભલા અલગ અલગ જ ઉભા રહે છે.
અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઉગતા નથી..

(પતિપત્નીમાં એક {સાધારણ રીતે પત્ની } બીજાના જીવનમાં પોતાનું જીવન લીન કરી દે, પોતાનું અસ્તિત્વ ખોઈ દે, અને પોતાના સર્વે ધર્મો છોડી બીજાના શરણમાં જ રહે - એને ઘણા આદર્શ લગ્ન કલ્પે છે. કવિએ જુદો આદર્શ દેખાડ્યો છે. )

- From " The Prophet" by Khalil Jibran (અનુવાદ: "વિદાય વેળાએ" - કિશોરલાલ મશરૂવાળા )



" The Prophet" અંગ્રેજીમાં ૧૯૨૩માં પ્રકાશિત થયું. પરંતુ એ લખવાની શરૂઆત ખલીલ જિબ્રાને ૧૯મી સદીના આરંભમાં - ૧૯૦૩માં કરી હતી એમ કહી શકાય. મજાની વાત એ છે કે જે વિચારોને આજે આપણે "આધુનિકતા"માં ખપાવીએ છીએ એ જ વિચારો આપણને 100 વર્ષ જુના પુસ્તકમાં મળે છે. છતાં ખબર નહિ કેમ આપણે એને ખુલ્લા દિલથી અપનાવતા નથી.

કવિએ દર્શાવેલી વાતો - સંબંધોમાં space, Self- Respect, Mutual Understanding, અને સૌથી મહત્વની વાત- બંનેની પ્રગતિ. વર્ષોથી આ બધું રોજે આપણે છાપાંઓ, વગેરેમાં વાંચીએ છીએ. પણ આ જ વસ્તુનું ક્યારેય પૂરેપૂરું અમલીકરણ થતું નથી. કેમ? કેમ કે અમુક લોકોના મતે આવી વાતો માત્ર વાંચવી સારી હોય છે. Its not for implementation.

ખબર નહિ કેટલીય વાર સાંભળ્યું છે કે પ્રેમ એટલે સમર્પણ- પ્રેમનું બીજું નામ ત્યાગ. એના કઈ કેટલાયે ઉદાહરણો પણ આંખ સામેથી પસાર થઇ ચુક્યા છે. પણ મને ક્યારેય એ ન્યાયિક નથી લાગ્યું. કોઈ પણ સંબંધ હોય,એને ટકાવવા ફક્ત કોઈ એકનો ત્યાગ કેટલો વ્યાજબી છે? એમાં પણ જયારે જયારે લગ્નની વાત આવે ત્યારે તો વધારે ગુંગળામણ અનુભવાય. કોઈ એક પર સંબંધ ટકાવવાની જવાબદારી નાખી દેવી એ કેટલે અંશે યોગ્ય છે?

પહેલાની સ્ત્રીઓનો સમય પારિવારિક જવાબદારીઓમાં જ વીતી જતો. અને એ સહર્ષ થતું. પતિ થી લઈને બાળકોમાં જ જીવન સમેટાઈ જતું. પણ એ જ વસ્તુ પેઢી-દર-પેઢી repeat કરાવવામાં આવે એ યોગ્ય તો નહિ ને ! 
દરેક પેઢીની એની પોતાની તકલીફો, મુશ્કેલીઓ હોવાની. પરાણે રીત-રીવાજો એના પર થોપ્યા કરીએ એનો મતલબ આપણે આપણા જ પ્રશ્નો એમને solve કરવા આપ્યા એવું થયું. એની એ જ  જૂની મુશ્કેલીઓથી જ જો કોઈ નવી પેઢી deal કર્યા કરશે તો આગળ વધશે કેવી રીતે?! 

અહીં માત્ર સ્ત્રીઓની આઝાદીની વાત નથી. પણ એ વાત પણ એટલી જ સાચી છે કે આપણા so called રીત-રીવાજો મહદ અંશે સ્ત્રી વિષયક જ હોય છે. એને નાનપણથી શિક્ષા જ એવી આપવામાં આવે છે કે- પરિવારને જમાડીને જમવાનું - એટલે કે પહેલા પરિવારનું હિત વિચારવું. જાત ને હમેશા પાછળ મુકવાનું જ શીખવાડાયુ છે. આ વસ્તુમાં problem એ જ કે આ વસ્તુને credit ને બદલે mandatory ગણવામાં આવે છે. 
કોઈને ગમે એ રંગ ગમાડવો એ સંબંધ ટકાવવાની નિશાની છે. પણ, એના જ રંગે રંગાઈ જવું - અસ્તિત્વ જ ખોઈ નાખવું એ માનવીય સંબંધોમાં બરાબર નથી. 

જો એમ કહેવાતું હોય કે પ્રેમમાં પડવાની ઉમર નથી હોતી.- તો એ પણ સાચું જ હશે કે પ્રેમમાં પડ્યા પછી ઉમર matter નથી કરતી. કેમ કે એક-બીજાને સમજવા બંને એ એક level પર આવવું પડે. અને તો પછી એ સંબધમાં ના કોઈ મોટું - ના કોઈ નાનું હોય. ના કોઈ આગળ કે ના કોઈ પાછળ હોય.

In Short, લગ્નની સપ્તપદીમાં મંગળ-ફેરા વખતે ભલે સ્થાન આગળ- પાછળ થયા કરે, પણ સાચો આનંદ એક બીજાનો હાથ પકડીને સાથે ચાલવામાં છે. 
"હું" તને કંઈ કહીશ નહિ

અને તું પણ

કંઈ જણાવીશ નહિ ...


બધું આમ જ ચાલ્યા કરશે ,


કંઈ કહ્યા વગર


રહ્યા વગર


વરસો બાદ


યાદ રહશે એટલું જ કે'


"આપણે 


એક બીજા ની ઘણા નજીક હતા


એક -બીજા ના થયા વગર ......."


-- ચિરાગ આર. કોઠારી


(Image Source: Click here to view )






3 comments :

  1. Beautiful words, dear Anita. I'm happy that you have enough capabilities to be an authentic writer. Promising concept conveyed through your Wonderful wordings. Keep it up. Looking forward to see more literary creations from you. God Bless You..

    ReplyDelete
  2. रास्तों पर ऐसे बिखेर दिए गए
    ना मंजिल मिली और ना हम मुसाफिर रहे।

    ReplyDelete

Recent Posts

Recent Posts Widget