કોની હતી ભૂલ - આ ભાંજગડ મેલી દઈએ..
આકરો તાપ હતો - ના સાચવી શક્યા લાગણીઓની લતા,
માત્ર સંજોગો જ નહિ, ભૂલમાં આપણે બંને પણ હતા !
કરમાઈ ગઈ છે જે ડાળ,
સુગંધના નવા પાણીથી એને સીંચી લઈએ,
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...
મૌન લાગતું ઉપરથી, અંદર અવાજો છે અપાર,
જાગેલું કોઈ આશા એ રણ, ફરી છવાતો હવે સૂનકાર !
નથી મળતી પ્રેમના દરિયાને જે નદી,
એ સરસ્વતીને કોઈ ભગીરથ આપી દઈએ...
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...
સ્મરણોનું વન બન્યું, બની સ્મરણોની વાત.
સ્મરણોથી જ લદાયેલી આપણી દિવસ ને રાત !
ખોઈ નાખ્યા છે રસ્તા એક-બીજા ને મળવાના,
કોઈ વણ-પૂછ્યા સરનામે એકાદ ચિઠ્ઠી કરી દઈએ...
ચાલ ને આપણે Relation- Renew કરી લઈએ...
લાગણીઓના જુના જમા - ઉધાર NIL કરી દઈએ,
બિલકુલ છંદબદ્ધ !! terrific poetry
ReplyDeleteમૅડમ ક્રિએશન ચાલુ રાખજો.
ભગવાન મને પણ આવી છંદબદ્ધતા આપે !
waiting for ur new poetry.
ReplyDeleteagain, dont be vanished for five months. :)
Thank you..will try..
DeleteWow so touchy poem.. made me remind of my 'Di'
ReplyDelete