Tuesday, July 23, 2019

ઉર્મિલા...


જેમ જેમ મન તને ઝંખ્યા કરે,
એમ એમ પુરાણના કોઈ પાત્ર સાથે મારું સામીપ્ય મને સમજાયા કરે..
પ્રેમની ગાંઠોમાં બંધાયેલા ઘણા નામ ઉપસ્યા કલ્પનાની પીંછીએ..
તને તો શ્યામ કહી દીધો- પણ એની સખીઓની જમાતમાં  હું કોણ?

રાધા કે ગોપીની જેમ પીયુ થી દુર રહેવાનું કદી પોસાય કોઈ ને?
નથી મીરા કે आण्डाल- જે સમાઈ પ્રિયતમની મૂર્તિમાં ખુદ ને ખોઈને...

નથી જોયા મેં રુકમણી ને મંદિરોમાં કૃષ્ણ સાથે,
સિયા કે રામ લખાય છે, પણ એય ક્યાં રહેલા આખો જન્મ સાથે ?!..

આ બધામાં એક જ પાત્ર મળ્યું મને- કૈક મારા જેવું..કે પછી હું એના જેવી!
ગમે એટલી ઈચ્છા ને પ્રેમ હોવા છતાં એ પતિ સાથે ના જઈ શકી..

દુનિયા ભરનું ધૈર્ય બસ એની એક પાસે જ હોય એવું લાગે છે..
પતિ વનમાં ને, એની રાહ માં દરવાજે એ ચૌદ વરસ જાગે છે..

તું પણ થોડોક એના સ્વામી જેવો- નાક પર ગુસ્સો, દિલમાં જુસ્સો..
પ્રાથમિકતાઓને ચાહતો, પણ અર્ધાંગીની એ તારો જ હિસ્સો..

તું તારા કર્તવ્યોથી સભાન, નિશાના પર જ તીર લગાવનાર..
ને અહી હું- કોઈ વાંક વગર પ્રતિક્ષામાં –કદાચ એની જેમ જ-
લિખિતંગ -તારી ઉર્મિલા..
-Anita R.

Recent Posts

Recent Posts Widget